Health Tips In Gujarati 2022 કારેલા, કંકોડાના આ ફાયદા જાણી લેશો તો ક્યારેય નહીં ચઢવું પડે દવાખાનાનું પગથિયું!

By | August 19, 2022

Health Tips In Gujarati કારેલા, કંકોડાના આ ફાયદા જાણી લેશો તો ક્યારેય નહીં ચઢવું પડે દવાખાનાનું પગથિયું!

Health Tips In Gujarati : લીલા શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં વિવિધ વિટામીન તથા પ્રોટીન અને ખનિજો મળે છે. શાકભાજીમાં ખાસ કરીને બધા પ્રકારના પોષણ તત્વો જોવા મળે છે. સ્વસ્થ આહાર મગજ તથા શરીરના અંગો માટે વધુ ફાયદાકારક છે. નિયમિત શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. તાજા શાકભાજી દરરોજ ખાવાના ઘણા ફાયદા છે. શાકભાજીમાં ઓછી ચરબી અને કેલરી હોય છે, જેનું સૌથી મોટું કારણ છે કે શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પાણી હાજર હોય છે. શાકભાજીના નિયમિત વપરાશ થકી, આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ.

Health Tips In Gujarati : લીલા અને તાજા શાકભાજીમાં લોહતત્વ  અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે..લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. શાકભાજીમાં રહેલા આયર્ન અને કેલ્શિયમ આપણા વાળને ખરતા અટકાવે છે. લીલા શાકભાજીમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે. શાકભાજીમાં પોટેશિયમ હોવાથી હાયપરટેન્શન ઘટાડે છે…મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં પોષણને પરિપૂર્ણ કરવા માટે લીલા શાકભાજી કરતાં વધુ સારૂ કંઈ જ નથી.

કંકોડા:

આ શાકમાં આટલી તાકાત છે કે તેનો થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકનું નામ છે કંકોડા. આ શાકને મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડાની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. તેના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે. Health Tips In Gujarati
1.બીપી
કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

2.પાચન ક્રિયા
જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ ઐષધિમા રૂપમાં પ્રયોગ કરે છે. આ પાચન ક્રિયાને તંદુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
3.શરદી-ખાંસી
કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે.

કારેલા:

Health Tips In Gujarati કારેલામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટીન, લુટિન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગનીઝી જેવા તત્વો મળી આવે છે.કારેલામાં રહેલા ખનીજ અને વિટામીન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેનાથી કેન્સર જેવી બિમારીનો સામનો કરી શકાય છે.કડવા કારેલામાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન મળી આવે છે. કારેલાનું સેવન આપણે ઘણા રૂપોથી કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એનો જ્યુસ પણ પી શકીએ છીએ. શાક અથવા અથાણું બનાવી શકીએ છીએ.કારેલા ઠંડા હોય છે એટલા માટે આ ગરમીથી પેદા થયેલી બિમારીઓના સારવાર માટે ખૂબ લાભકારી છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી તમામ જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીના આધાર પર આપવામાં આવે છે.  તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ બિલકુલથી લઈ લેજો. અમો એટલે કે veguse.com આની પુષ્ટી કરતું. નથી )

દરરોજ મશરૂમના સેવનના આ અદ્ભુત ફાયદાઓ વિશે જાણો | 5 Benefits Of Mushrooms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *